ભાવનગર: મહુવામાં મહેસુલી કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર: મહુવામાં મહેસુલી કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
14 પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું એલાન

મહુવા તાલુકા સેવા સદન ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના કર્મચારીઓએ લાંબા સમયથી પડતર 14 માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. 1. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી તમામ કર્મચારીઓને નિયમિત નિમણૂક આપવી. 2. સાતમા પગાર પંચનો સંપૂર્ણ લાભ અને બાકી ભથ્થા તાત્કાલિક ચૂકવવા. 3. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી. 4. ગ્રેડ પે માં સુધારો કરી 1900 ને બદલે 2400 ગ્રેડ પે આપવો. 5. નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે તાત્કાલિક જાહેર કરવી. 6. વર્ષ 2015 ના ક્લાર્ક કેડરના તમામ કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવું. 7. જિલ્લા ફેર બદલીની પ્રક્રિયા માટે ઓનલાઈન પોર્ટલ બનાવવું અને NOC ની પ્રક્રિયા રદ કરવી. 8. મહેસુલી તલાટી અને ક્લાર્કની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી. 9. કોમ્પ્યુટર કામગીરીમાં આઉટસોર્સિંગ બંધ કરી રેગ્યુલર કર્મચારીઓને નિમણૂક આપવી. 10. ખાતાકીય પરીક્ષા નાબૂદ કરવી અથવા સરળ બનાવવી. 11. વય મર્યાદા 58 થી વધારી 60 વર્ષ કરવી. 12. વધારાના કામનું મહેનતાણું અને ચૂંટણી કામગીરીના ભથ્થા ચૂકવવા. 13. મહેસુલી કર્મચારીઓ પર થતા હુમલા સામે રક્ષણ કાયદો લાગુ કરવો. 14. 2012 અને 2009 ની ભરતીના કર્મચારીઓને કાયમી કરવાના હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવો. રાજ્યભરની મહેસુલી, મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.કર્મચારીઓના જણાવ્યા મુજબ, વિવિધ રજૂઆતો છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા આંદોલનનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં માસ CL અને ત્યારબાદ અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે.ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, ગ્રેડ પેમાં વધારો, ખાલી જગ્યાઓ ભરવી અને કર્મચારીઓની સુરક્ષા સહિતની 14 માંગણીઓ રજૂ કરવામાં આવી છે.જોકે, વિરોધ વચ્ચે નાગરિકોના કામ અટકે નહીં તેની તકેદારી રાખીને કર્મચારીઓએ ફરજ ચાલુ રાખી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *