લાખો રૂપિયા પડાવી છેતરપીંડી કરનાર આરોપી દંપતિ

Featured Video Play Icon
Spread the love

લાખો રૂપિયા પડાવી છેતરપીંડી કરનાર આરોપી દંપતિ
કતારગામ પોલીસે આરોપી દંપતિને ઝડપી પાડ્યા
ઓએનજીસી કંપનીમાં એન્જિનિયરની પોસ્ટના નામે છેતરપિંડી

ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લઈ ખોટો ઓફર લેટર બનાવનાર ઠગ દંપતિને કતારગામ પોલીસે એક મહિના બાદ ઝડપી પાડી છે.

સુરતની કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટો ઓફર લેટર બનાવી રૂપીયા 17 લાખ 80 હજાર પડાવી લઈ નોકરી ન અપાવી નાણા પરત ન કરી છેતરપીંડી કરનાર આરોપી ઠગ દંપતિ નીર્મળ રધુભાઇ ધાનાણી અને કિંજલબેન ધાનાણી ફરિયાદ નોંધાતા જ ભાગી છુટ્યા હતાં. જેઓને ઝડપી પાડવા એક મહિનાથી કતારગામ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ઠગ દંપતિ નિર્મળ ધાનાણી અને કિંજલ ધાનાણીને ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓએ ઓએનજીસી કંપનીમાં જૂનીયર ઈલેકટ્રીકલ એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવ્યું હતું અને નોકરી જોઈતી હોય તો પૈસા આપવા પડશે એમ કહી લાખો પડાવી લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *