સુરતના વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ
ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે થઈ છે. સુરતના વિયર કમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ થતાં ડેમ માંથી 11 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયુ છે. રવિવારે રાતથી ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડાતું હતું તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈ સુરતના વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. કોઝવે પોતાની 6 મીટરની સપાટી વટાવી 9 મીટર વહેતો થયો છે. ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર હોવાથી સત્તાધિશોએ 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. ઈનફલો વધવાની સંભાવનાથી આવક કરતા જાવક વધારી દેવાઈ છે. ઉપરવાસમાં ફોરકાસ્ટને ધ્યાનમાં રાખી આઉટફલો બાબતે નિર્ણય લેવાશે. હાલ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઈ નદીના નયન રમ્ય દ્રશ્ય સામે આવ્યા છે. તો નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યો છે.
