ભાવનગર મનપા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન
જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે
રાંધણ છઠ્ઠ, સાતમ અને આઠમ દરમિયાન મેળાનું આયોજન
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સાતમ-આઠમના પર્વને લઈ જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન કરાયું
જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે રાંધણ છઠ્ઠ, સાતમ અને આઠમ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આઠમના દિવસે જન્માષ્ટમી લોકમેળો ભાવનગરના લોકો માટે ખુલ્લો મુકાશે મહાનગરપાલિકા દ્વારા મેળામાં વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી આનંદ મેળા માટે અંદાજે 30 હજાર પાસનું વિતરણ કરવામાં આવ્યું મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 2થી 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી પાસ આપવામાં આવશે મેળામાં ત્રણેય દિવસ સાંજે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રમાં યોગદાન આપનારનું સન્માન સમારંભ પણ યોજાશે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યોની ઝાંખી પણ મેળામાં રજૂ કરવામાં આવશે મેળામાં આવતા લોકો માટે આશરે 4 હજાર લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી લોકોની સુવિધા માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે વીજ વ્યવસ્થા માટે PGVCLની ટીમ તૈનાત રહેશે કોઈપણ પ્રકારની તબીબી જરૂરિયાતને પહોંચી વળવા મેડિકલ ટીમ પણ હાજર રહેશે ત્રણ દિવસીય મેળામાં ભાવનગરવાસીઓને પરિવાર સાથે મનોરંજન માણવાની મળશે તક મહાનગરપાલિકાનો જન્માષ્ટમી લોકમેળો સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેશે..
