સુરતમાં ઘરે કામ કરાવવાના બહાને સગીરાને લઈ જઈ બળાત્કાર
બળાત્કાર ગુજારનાર નરાધમ બિહારી યુવાનને ઉધના પોલીસે ઝડપ્યો
નુર ઈસ્લમામ શીકારએ બળાત્કાર ગુજાર્યો હતો
ઘરે કામ કરાવવાના બહાને સગીરાને લઈ જઈ તેણી પર બળાત્કાર ગુજારનાર નરાધમ બિહારી યુવાનને ઉધના પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના ઉધના પોલીસ મથકની હદમાં ગત 17 જુનના રોજ સાંજના સમયે સગીર બાળાને ઘરે કામ કરાવવાના બહાને પાડોશી નરાધમ મુળ બિહારના મુજફ્ફરપુરનો અને હાલ ઉધના ભાઠેના ખાતે આવેલ એમ.બી.નગરમાં રહેતા નુર ઈસ્લમામ શીકારએ બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે સગીરાએ ઘરે જઈ વાત કરતા ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વનના વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સી ડિવીઝન ચિરાગ પટેલની સુચનાથી ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ અને પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીના નેતૃત્વમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સન્મુખ તથા જીજ્ઞેશ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમારએ નરાધમ નુર ઈસ્લામ શીકારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.