સુરતમાં ફરી મોટી માત્રામાં વીજ ચોરી ઝડપાઈ
ડીજીવીસીએલ અને ગુજરાત ઉર્જા વિકાસની ટીમે વીજચોરી પકડી
રાંદેર વિસ્તારમાં દરોડા પાડી 2,47,70,500 થી વધુની ચોરી ઝડપી
સુરતમાં ફરી મોટી માત્રામાં વીજ ચોરી ઝડપાઈ છે. ડીજીવીસીએલ અને ગુજરાત ઉર્જા વિકાસની ટીમે રાંદેર વિસ્તારમાં દરોડા પાડી 2,47,70,500 થી વધુની ચોરી ઝડપાઈ છે.
સુરતના રાંદેર વિસ્તારમાંથી 2,47, 70,500ની વીજ ચોરી ઝડપાઈ છે. રાંદેર વિસ્તારમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને ડીજીવીસીએલની વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતાં. 96 ટીમો દ્વારા રાંદેર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 4,533 વીજ જોડાણ ચેક કરતાં 170માં વીજ ચોરી ઝડપાઈ છે. 2,47,70,500ની વીજ ચોરી રાંદેર વિસ્તારમાંથી ઝડપાઈ છે. મીટરના સીલ તોડીને મીટરના આંતરિક વાયર સાથે ચેડા કરી મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ કરી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. હાલ તો તમામ સામે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.