સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના 3 કન્ડક્ટર સસ્પેન્ડ
ચેકિંગ સમયે રૂપિયા લઈ ટીકીટ ન આપતા ઝડપાયા
ત્રણને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા
સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ત્રણ કન્ડક્ટર ચેકિંગ સમયે રૂપિયા લઈ ટીકીટ ન આપતા ઝડપાતા તેઓને સસ્પેન્ડ કરાયા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે તે માટે સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે ત્યારે સીટી બસમાં છેલ્લા ઘણા સમયથી ગોબાચારીના આક્ષેપો થઈ રહ્યા છે. તો સુરત સિટી બસના 3 કન્ડક્ટર સસ્પેન્ડ કરાયા હતા જ્યારે ત્રણને બ્લેકલિસ્ટ કરાયા છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન અને વિજિલન્સ ટીમનું સિટી બસમાં ખાસ ચેકિંગ હાથ ધરાયુ હતુ ત્યારે કંડકટર અને ડ્રાઈવરો રૂપિયા લઈ ટિકિટ ન આપતા ઝડપાયા હતાં. જેથી ત્રણને સસ્પેન્ડ કરાયા છે. તો ત્રણને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે.