બારડોલીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન
સ્વરાજ આશ્રમથી રન ફોર યુનિટીનો પ્રારંભ,
1500 થી વધુ લોકો જોડાયા
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે અધિકારીઓ અને નાગરિકોનો ઉમંગભર્યો દોડ કાર્યક્રમ
૧૫૦ મી સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિતે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસતંત્ર ધ્વારા બારડોલી સરદારનગરી ના સ્વરાજ આશ્રમ થી રાષ્ટ્રીય એકતા દિવસ એ રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું…
સરદાર નગરી બારડોલી ના સ્વરાજ આશ્રમ થી રન ફોર યુનિટી ના કાર્યક્રમ માં જિલ્લા વહીવટી તંત્ર ના પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા અને બારડોલી ના ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતે ના હોદ્દેદારો એ સપથ લીધા બાદ રન ફોર યુનિટ ને ફ્લેગ આપ્યો હતો.. જિલ્લા પોલીસ ના તમામ પોલીસ મથક ના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ કોન્સ્ટેબલ તેમજ જી.આર.ડી. અને સ્કૂલ કોલેજ ના વિધાર્થીઓ અને બારડોલી નગરનો મોટી સંખ્યા માં રન ફોર યુનિટી માં જોડાયા હતા .રન ફોર યુનિટી બારડોલી ના સ્વરાજ આશ્રમ થી નીકળી બારડોલી નગર ના મુખ્ય માર્ગ પર રન ફોર યુનિટી નું સમાપન પણ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટી માં ૧૫૦૦ થી વધુ લોકો જોડાયા હતા
