ચોકબજારમાં ઉદ્યોગપતિની સરાજાહેર હત્યાથી ચકચાર

Featured Video Play Icon
Spread the love

ચોકબજારમાં ઉદ્યોગપતિની સરાજાહેર હત્યાથી ચકચાર
ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હત્યાથી કાયદો-વ્યવસ્થા સામે સવાલો

સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રીજ પર ઉદ્યોગપતિની હત્યાથી ચકચાર મચી ગઈ છે. રાંદેરના ફૈઝલ નામના યુવકની સરાજાહેર કરાયેલી હત્યાની ઘટનાને લઈ શહેરભરમાં ડરની સાથે કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ફરી એકવાર લોહિયાળ ઘટના બની હતી. વાત એમ છે કે રાંદેર વિસ્તારમાં રહેતો ફૈઝલ ફટ્ટા નામનો યુવાન કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજની શરૂઆતમાં જ અજાણ્યા ઈસમોએ તેને ઘેરી લીધો અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફૈઝલના શરીર પર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. તો આ અંગે એસીપી આરઆર આહીરએ કહ્યુ હતું કે પ્રાથમિક તપાસમાં મૃતક ફૈઝલ વ્યાજવટાવ અને ફાઈનાન્સના કામ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ફૈઝલની હત્યા પાછળનું કારણ શું છે અને હુમલામાં કેટલા ઈસમો સામેલ હતા? ચોકબજાર પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *