ભાવનગરમાં એસપીની કોમ્બિંગ ડ્રાઇવ
એલસીબી, એસઓજી સહિત મોટી પોલીસ ટીમ મેદાનમાં
પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓએ હાથ ધરી તપાસ
ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ગતરોજ શહેર જિલ્લામાં કોમ્બિંગ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ ડ્રાઈવ માં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભાવનગર પોલીસ દ્વારા અવારનવાર સુરક્ષા પાસઓને ચકાસવા તેમજ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે અલગ અલગ પ્રકારની ડ્રાઇવ અને કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ગતરોજ જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા સમગ્ર શહેર જિલ્લામાં વિશેષ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ, શહેરના તમામ ડિવિઝનોના પીઆઈ,પીએસઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. ઉપરાંત શહેરને જોડતા મુખ્ય માર્ગો તથા સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન મોડી રાત્રે રખડતા ભટકતાઓને કાયદાનો સબક શીખવવામાં આવ્યો હતો
