પીએમ મોદીના માતાના અપમાન પર સાંસદ પૂનમ માડમની પ્રતિક્રિયા.
પીએમ મોદીના દિવંગત માતા વિરુદ્ધ ટિપ્પણી ખૂબ દુઃખદ ઘટના.
આરજેડી કોંગ્રેસ પર સાંસદ પૂનમ માડમે નિશાન સાધ્યું.
બિહારના દરભંગામાં ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે.
તારીખ 27 ઓગસ્ટ, 2025 ના રોજ બનેલી આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે, જેમાં ભાજપ સાંસદ પૂનમ માડમે કોંગ્રેસ અને RJD પર પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને “મહિલાઓનું અપમાન” ગણાવી છે અને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને દેશના લોકો પાસે માફી માંગવાની માંગ કરી છે. દરભંગામાં આયોજિત ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન કોંગ્રેસ અને RJD ના સંયુક્ત મંચના એક વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ ભાજપે આ મુદ્દા પર આક્રમક વલણ અપનાવ્યું હતું. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, ભાજપે તેને વિપક્ષની “ક્ષુદ્ર માનસિકતા” ગણાવી છે.
ટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ પૂનમ માડમે કહ્યું, “આ ઘટનાએ RJDઅને કોંગ્રેસની માનસિકતા ખુલ્લી પાડી છે. આ ફક્ત વડા પ્રધાન અને તેમની માતાનું અપમાન નથી, પરંતુ સમગ્ર મહિલા જાતિનું અપમાન છે.” તેમણે વધુમાં કહ્યું કે આવી ઘટનાઓ વિપક્ષના નિમ્ન સ્તરના રાજકારણને ઉજાગર કરે છે. પૂનમ માડમે માંગ કરી હતી કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવ દેશના 140 કરોડ લોકો પાસે માફી માંગે. તેમણે કહ્યું આવી સસ્તી ટિપ્પણીઓ માટે જવાબદાર લોકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ, અને ખાસ કરીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે દેશના લોકો સમક્ષ માથું નમાવવું જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
