સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો
એ.કે રોડ પર મકાનમાં ચોરી કરવા આવેલા ચોર ફસાયો
મહિલાએ ચોરને જોઈ લેતા બુમો પાડતા ચોર ફસાયો
સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે એ.કે રોડ પર મકાનમાં ચોરી કરવા આવેલા ચોરને મહિલાએ જોઈ લેતા બુમો પાડતા આખરે ચોર ફસાતા પકડાઈ ગયો હતો.
સુરતમાં દિવાળીની રજામાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અશ્વનીકુમાર ચોરી કરવા આવેલો ચોર ફસાયો હતો. બંધ મકાનમાં ચોર ત્રીજા માળે ચોરી કરવા ગયો હતો ત્યાં જ મહિલાની નજર તેના પર પડતા ચોર ચોરની બૂમો પાડી હતી જેથી ચોર ત્રીજા માળે પાઈપ પરથી બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો હતો જોકે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં ફસાઈ ગયો હતો. અંતે પોલીસ અને ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. તો સમગ્ર ઘટનાને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં
