અરવલ્લી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી પાકમાં નુકશાન
મગફળી સોયાબીનના પાકમાં નુકશાન થતા ખેડુતો નિરાશ
ખેડુતોએ પાક નુકશાની સહાય ચુકવવા સરકાર પાસે માંગ કરી
અરવલ્લી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી સોયાબીનના પાકમાં નુકશાન થતા ખેડુતોએ પાક નુકશાની સહાય ચુકવવા સરકાર પાસે માંગ કરી
હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલ આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં માવઠું થયું છે જેની અસર ખેતીવાડી પર પડી છે જિલ્લામાં ચાલુ સીઝનમાં ખેડુતોએ મગફળી અને સોયાબીનનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે મગફળી અને સપયાબિનનો પાક ખેડૂતોએ કાપ્યા બાદ ઢગલીઓ કરીને ખેતરમાં સૂકવવા મુક્યો હતો, પાક કઢાવવાની એક દિવસની વાર હતી ત્યાં કમોસમી વરસાદ જાણે વિલન બન્યો છે ગઈકાલે સવારથી જ જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં બે ઇંચ જેટલો પડ્યો એ સિવાયના તાલુકાઓમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેથી ખેતરમાં રાખેલ મગફળી સોયાબીનનો પાક પલડી ગયો છે એ સિવાય ડાંગર અડદનો પાક પણ પલડયો છે આ સીઝનમાં ખેડૂતોને નવરાત્રી સમયે પણ કમોસમી વરસાદ વિલન બન્યો હતો ત્યારે આશા હતી કે હવે મગફળી સોયાબીનની જે ઉપજ મળશે એમાંથી ખર્ચ નીકળશે અને બાકીના વ્યવહારો પુરા થશે પરંતુ માવઠાના કારણે ખેડૂતોને જે આશા હતી એ આશાના માથે પાણી ફરી વળ્યું છે ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતોએ પાક નુકશાન અંગે સર્વે કરાવીને નુકશાનીનું વળતર મળે એવી માંગ કરી છે…
