માંડવીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પરી સંવાદ કાર્યક્રમ યોજાયો
ધી માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો
એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે થનાર ફાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું
માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે ધી માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી પરી સંવાદ કાર્યક્રમ યોજાયો.
માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે ધી માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા વન નેસન વન ઇલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ વન નેશન વન ઇલેક્શનના સહસંયોજક જગદીશ પારેખ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નેમ લીધી છે એને આપણે સર્વે એ સાર્થક કરવાની છે વન નેસન વન ઇલેક્શન અંગે જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થવી જોઈએ જેને કારણે આર્થિક ખર્ચાઓ પણ ઓછા થશે આ પ્રસંગે પરિસંવાદના મુખ્ય વક્તા ડો. અનિલ પટેલ પૂર્વ ચેરમેન બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે થનાર ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં આર્થિક અને ઐતિહાસિક તથ્યો તેમજ આર્થિક, સામાજિક ફાયદા ઓ અંગે જરૂરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડો. વાસુદેવ જોખાકર, ઉપપ્રમુખ ડો. આશિષ ઉપાધ્યાય, જગદીશ પારેખ, પ્રિતેશ રાવળ તથા વિવિધ ફેકલ્ટીઓના પ્રોફેસરો સ્ટુડન્ટો સાથે સુંદર પરીસંવાદ યોજવામાં આવ્યો હતો.