બારડોલીમાં સક્રિય કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાયો
પૂર્વ કેબિનેટ મંત્રી અને એસટીમોરચના પૂર્વ અધ્યક્ષના અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
બીજેપીના સ્થાપના અને સિદ્ધિઓને લઈને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન અપાયું
બારડોલી ખાતે બારડોલી વિધાનસભા નો સક્રિય કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ તેમજ એસટીમોરચ ના પૂર્વ અધ્યક્ષ હર્ષદ વસાવાના અઘ્યક્ષતા માં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળ ને 46 વર્ષ પૂર્ણ થતા રાજ્યની દરેક વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ બારડોલી વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનનું બારડોલી ના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર આ વિસ્તારનો પ્રતિનિધિત્વ કરે છે. જેમના દ્વારા આ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળ અને પક્ષની સિદ્ધિઓને લઈને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ તેમજ મુખ્ય વક્તા હર્ષદ વસાવા દ્વારા કાર્યકરોનું અભિવાદન કરી કાર્યકરોને આગામી ચૂંટણીઓને લઈ માર્ગદર્શન તેમજ સંગઠનની કાર્યપદ્ધતિની ચર્ચા કરવામાં આવી હતી….