સુરત ક્રાઈમ બ્રાન્ચની આઈયુસીએડબ્લ્યુ સેલની ટીમના દરોડા
ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં સલુનની આડમાં દેહ વેપાર
ગેરકાયદે દેહવેપારના ધંધા પર દરોડા પાડી7 લોકોને ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની આઈયુસીએડબ્લ્યુ સેલની ટીમે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં સલુનની આડમાં ચાલતા ગેરકાયદે દેહ વેપારના ધંધા પર દરોડા પાડી ત્યાંથી સાત લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના આઈયુસીએડબ્લ્યુ સેલની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરે ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલ કેપિટલ સ્કવેર નામની બિલ્ડીંગમાં આવેલા સ્પા અને સલુનમાં દરોડો પાડ્યો હતો. સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારેએ સલૂનને દેહ વ્યાપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો. અને તેણે સ્પાના મેનેજર તરીકે સમીર ઐયુબ્બ અંસારીની નિમણૂક કરી હતી. આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવીને 4 ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો.પોલીસે ઘટના સ્થળેથી મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી હતી સાથે દેહ વ્યાપાર માટે આવેલા 7 ગ્રાહકો જેમાં સુનીલ રામપ્રતાપ રાવત, વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ, કપિલ રામદાસ મોહતો, અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર, આશિષભાઈ બજરંગી ગૌતમ, ગોપીક્રુષ્ણ અચ્યુતન નૈયર અને બી. નાગારાજુ ઈરનાને ઝડપી પાડ્યા હતાં. તો આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે ભાગી છુટતા તેને હાલમાં વોન્ટેડ જાહેર કરાયો છે. અને પોલીસે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.
