દાહોદમાં 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનુ દહન
ભવ્ય આતશબાજી અને જય શ્રી રામ ના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું
પૂતળાં દહનમાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા
જલેબી, ફાફડાની મીજબાણી માણી દશેરા પર્વની શહેરવાસીઓએ ઉજવણી કરી
દાહોદ માં વિજયાદશમી ના પર્વ ની ઉજવણી માં 70 ફૂટ ઊંચા રાવણ ના પૂતળાનુ દહન કરવામાં આવ્યું જેમાં શીવ શક્તિ ગ્રુપના સભ્યો સહિત હિન્દુ આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા વહેલી સવારથી ફરસાણની દુકાનો ઉપર જલેબી, ફાફડાની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી, રાવણ દહન માટે રેલવે કોલોની અને સિદ્ધેશ્વરી સોસાયટી માં તૈયારી પણ પુર્ણ કરી હતી
વિજયાદશમી એટલે અસત્ય ઉપર સત્ય નો વિજય દાહોદ માં હર્ષોલ્લાસ સાથે તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર રાવણ ના પૂતળાં નુ દહન કરવામાં આવ્યું હતું ત્યારે સી સાઈડ ના પટાંગણ માં વિશાળકાય 70 ફૂટ ઊંચા રાવણ ના પૂતળાદહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શિવ શક્તિ ગ્રુપના સભ્યો તેમજ હિન્દુ આગેવાનો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા શિવ શક્તિ ગ્રુપના યુવાનો એ એક મહિના થી પોતાની જાતે મહેનત કરી, અને આગ્રાથી આવેલ કારીગરોના સાથથી વિશાળ પૂતળું બનાવ્યું હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂતળાં ના અંગો માં અલગ અલગ પ્રકાર ના ઇલેક્ટ્રિક ફટાકડા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભવ્ય આતશબાજી અને જય શ્રી રામ ના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સૌ પ્રથમ તબક્કાવાર ઇલેક્ટ્રિક ફટાકડા ફોડી ત્યારબાદ પૂજા અર્ચના કરી મશાલ વડે આગ લગાવી પૂતળાં દહન કરવામાં આવ્યું હતું પરેલ સાત રસ્તા વિસ્તારમાં પણ ભવ્ય રાવણ નાં પુતળા દહન કરવામાં આવ્યું હતું ભવ્ય પૂતળાં દહન ના કાર્યક્રમ ને નીહાળવા માટે મોટી સંખ્યા મા લોકો ઉમટી પડ્યા હતા, જલેબી, ફાફડાની મીજબાણી માણી દશેરા પર્વની શહેરવાસીઓએ ઉજવણી કરી હતી. તો બીજી શહેરના તરફ સિદ્ધેશ્વરી સોસાયટી, ગુજરાતીવાડ, પરેલ વિસ્તાર, ગોદી રોડ, ગોવિંદનગર જેવા વિસ્તારોમાં રાત્રીના સમયે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતાં
