માંડવીના બૂજરંગ ગામેશસ્ત્ર પૂજનનું આયોજન
મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા
આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા
માંડવી તાલુકા વિભાગ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા ગામ તળાવ બૂજરંગ ગામે શસ્ત્ર પૂજન કરી વિજયા દશમી ની આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરાય.
માંડવી તાલુકાના ગામતળાવ બૂજરંગ ગામે માંડવી તાલુકા વિભાગ રાજપુત સમાજ પ્રગતિ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વર્ષોથી ચાલી આવેલ પરંપરા મુજબ વિજય દશમી ના પાવન પર્વે શસ્ત્ર પૂજન કરી માતાજી ની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા વિભાગ રાજપૂત પ્રગતિ મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ મહીડા એ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ગામ તળાવ બૂજરંગ તેમજ આજુબાજુના ગામોના રાજપૂત સમાજના ભાઈઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીનેમાતાજીને આરાધના કરી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ તળાવ તથા આજુબાજુના રાજપૂત સમાજની તથા ગામની સતત પ્રગતિ થતી રહે એવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના ઉપપ્રમુખ વિજયસિંહ રઘુવીરસિંહ સાંગડોત, બીપીનસિંહ મહિડા, દિલીપસિંહ મહીડા, તથા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
