સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ આચરનાર દંપતિને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ આચરનાર દંપતિને ઝડપ્યા
વેપારી તરીકે સ્વાંગ રચી કરોડોની ઠગાઈ આચરનારને ઝડપ્યા
દંપતિ મમતાદેવી રાકેશ કુમાવત અને રાકેશ ચંદ્રરામ કુમાવતને ઝડપી પાડ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચે વેપારી તરીકે સ્વાંગ રચી કરોડોની ઠગાઈ આચરનાર દંપતિને ઝડપી પાડી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એક મમતાદેવી કુમાવત નામની મહિલા અને તેના પતિ રાકેશ કુમાવત સાથેમળી સુરત શહેર અને બહારના રાજ્યના કાપડ માર્કેટોમાં દુકાનો ખોલી શરૂઆતમાં પોતાની પઢીની શાખ ઉભી કરી ત્યારબાદ લાખોનો કાપડ ખરીદી ઠગાઈ આચરી દુકાનો બંધ કરી ભાગી છુટે છે તેઓ હાલ ગોડાદરા ખાતે છે તે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરાના હરીઓમ નગરમાંથી ઠગ દંપતિ મમતાદેવી રાકેશ કુમાવત અને રાકેશ ચંદ્રરામ કુમાવતને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ વિરૂદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચ, સલાબતપુરા અને મુંબઈમાં લોક માન્ય તીલકમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *