સુરતમાં કરાટે ડિફેન્સ પ્રોગ્રામનુ આયોજન કરાયુ
મહિલા પોલીસ માટે ઝોન વન દ્વારા પ્રોગ્રામનુ આયોજન કરાયુ
પ્રોગ્રામાં ડીસીપી ઝોન વન અને એસીપી તથા પીઆઈ.સહિતનાઓ હાજર રહ્યા
સુરતના વરાછા ખાતે આવેલ જી.જી. ઝડફિયા વિદ્યાલય ખાતે મહિલા પોલીસ માટે ઝોન વન દ્વારા કરાટે ડિફેન્સ પ્રોગ્રામનુ આયોજન કરાયુ હતું જેમાં મહિલા પોલીસને કરાટે અંગે માર્ગદર્શન અપાયુ હતું.
સુરત પોલીસ ઝોન વન દ્વારા ઝોન વનમાં આવતા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને કરાટે ડિફેન્સ પ્રોગ્રામ નુ આયોજન કરાયુ હતું. સુરત શહેર પોલીસ ઝોન વનમાં આવતા વરાછા, પુણા, સારોલી, કાપોદ્રા, સરથાણા અને લસકાણા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસને મહિલા સશક્તિકરણ માટે યોજાયેલા કરાટે ડિફેન્સ પ્રોગ્રામાં ડીસીપી ઝોન વન અને એસીપી તથા પી.આઈ. સહિતનાઓ હાજર રહ્યા હતાં.