સુરતમાં શિવશક્તિ માર્કેટ આગનો મામલો,
કાપડ માર્કેટના 70000 વેપારી છતાં 45 લાખનું દાન મળ્યું
ભોગ બનેલા વેપારીઓને ફોસ્ટાના દ્વારા રૂપિયા 45 લાખનો ચેક આપતા પરત કર્યા
સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના મામલે ભોગ બનેલા વેપારીઓને ફોસ્ટા દ્વારા 45 લાખનો ચેક આપતા વેપારીઓ દ્વારા તાકિદની મીટીંગ કરી દાનમાં મળેલ 45 લાખ રૂપિયા પરત કર્યા હતાં. ફોસ્ટા દ્વારા દાન માટે એક રિલિફ ફંડ કમિટિ બનાવી હતી જેમાં 70 હજાર વેપારીઓ દ્વારા 45 લાખનુ દાન આપ્યુ હતું.
સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટ આગ લાગ્વા મામલે ભોગ બનેલા વેપારીઓને ફોસ્ટાના દ્વારા રૂપિયા 45 લાખનો ચેક આપતા પરત કરાયો હતો. શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગમાં પાયમાલ થયેલા વેપારીઓને વ્હારે આવવા ફાસ્ટાએ દાનની અપીલ કરી હતી. ફોસ્ટા દ્વારા દાન માટે એક રિલિફ ફંડ કમિટિ પણ બનાવી હતી જેમાં 70 હજાર વેપારીઓ ધરાવતા ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા માત્ર 45 લાખ રૂપિયા નુ દાન કરાયુ હતું. પરંતુ ભોગ બનેલા વેપારીઓ વચ્ચે પૈસા વહેંચવામાં આવે તો વેપારી દીઠ રૂપિયા 3 થી 4 હજાર જ આવે એમ હતું. જેથી તાકીદની મિટિંગમાં દાનમાં આવેલી રકમ જે તે દાતાને ફરી આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાહત ફંડમાં કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો છે જેમાં એવા પણ વેપારી છે જેઓએ એક રૂપિયો આપ્યો છે. કોઈએ 11 તો કોઈએ 21 અને 55નો ફાળો પણ આપ્યો છે. શરૂઆતમાં જોશજોશમાં એવી વાત થઈ હતી જો દરેક વેપારી માત્ર દસ-દસ હજાર આપશે તો પણ 70 કરોડ જમા થઈ જશે કેમકે સમગ્ર માર્કેટ હવે ફરી તોડીને બનાવવી પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.