સુરતના વરાછામાં પ્રિ-મોન્સૂન કામગીરી બાદ રસ્તો બેસ્યો,
ટેમ્પોનું ટાયર રસ્તામાં ઘસી જતા ટ્રાફિક જામ સર્જાયો
લોકોને થઈ રહેલી સમસ્યાને લઈ લોકોમાં આક્રોશ
સુરતના વરાછા વિસ્તારમાં પિવાના પાણીની લાઈન નાંખ્યા બાદ રસ્તો બરાબર ન બનાવ્યો હોય લોકોને થઈ રહેલી સમસ્યાને લઈ લોકોમાં ભારો આક્રોશ જોવા મળ્યો હતો. તો રોડ ન બનાવતા રસ્તો બેસી જતા ટ્રકનુ ટાયર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.
સુરતના વરાછા વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન ઘણા સમયથી ચાલી રહેલી કામગીરીને લઈ લોકોને હાલાકી થઈ રહી છે. વરાછાના બરોડા પ્રિસ્ટેજ નજીક પીવાના પાણીની લાઈન નાંખવાની કામગીરી બાદ રસ્તો બરાબર ન બનતા લોકોને હાલાકી થઈ રહી છે. પાણીની લાઈનની કામગીરી બાદ રોડ ના બનાવતા રસ્તો બેસી જવાની ઘટના અવારનવાર સામે આવે છે. આ રસ્તા પર પસાર થતા ટ્રકનું ટાયર જમીનમાં ધસી પડ્યું હતું. ટ્રક ફસાયો હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટ્રાફિક જામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આજ જગ્યા પર રસ્તો બેસી જતા ફસાયો હતો. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની ઢીલી કામગીરીને લઈ લોકોને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયુ હતું.