સુરત આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ
ટુ -વ્હીલરની ટેસ્ટ આપવા માટે જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી
વેઈટિંગને લઇ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો
એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી
સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ માટે 40 દિવસનુ વેઈટિંગ ચાલી રહ્યુ હોય જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી રહી છે.
સુરત આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ટુ -વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી સાતમી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી રહી છે. જેથી અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત આરટીઓમાં ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. લાંબુ વેઈટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઈન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઊઠી છે. કારણ કે, હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે. તે સાથે ઘણી વખત એવું બનતું હોય ઓનલાઇન ફોર્મ ભરવાની સાઈટ પણ બંધ થઈ જતી હોય છે. પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે. જેથી આવી સમસ્યાઓની સીધી અસર અરજદારો તથા આરટીઓમાં કામ કરતા કર્મચારીઓને ઉપર પણ પડી રહી છે. કામનું ભારણ ઘટાડવા માટે આરટીઓ કર્મચારીઓ સવારે 8 થી સાંજ 7 વાગ્યા સુધીથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે.