સુરતમાં બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો
પાંડેસરા પ્રિયંકા પાર્ક કિરણ બિલ્ડીંગ પાસે અકસ્માત સર્જાયો
પાંચ મિત્રો નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો
22 વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ થતા તેનુ મોત નિપજ્યુ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પ્રિયંકા પાર્ક કિરણ બિલ્ડીંગ પાસે બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનુ મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક કિરણ બિલ્ડીંગ પાસે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાંચ મિત્રો નોકરી પરથી ટેમ્પોમાં ઘરે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં એક 22 વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ થતા તેનુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ભાગી છુટ્યો હતો. તો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.