પાકિસ્તાને સીઝફાયરનું “ઉલ્લંઘન” કર્યું,

Featured Video Play Icon
Spread the love

પાકિસ્તાને સીઝફાયરનું “ઉલ્લંઘન” કર્યું,
ભારતના વિદેશ મંત્રાલયએ કહ્યું સેના જવાબ આપી રહી છે
સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના ઉલ્લંઘન થતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શનિવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફ્રન્સ કરતા જણાવ્યું હતું કે સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે થોડા કલાકોમાં જ, પાકિસ્તાને આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા માટે થયેલા કરારનું “ઘોર ઉલ્લંઘન” કર્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ભંગ થતા વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય સેના સંપૂર્ણ દૃઢ નિશ્ચય સાથે જવાબી કાર્યવાહી કરી રહી છે અને સરહદ પર અતિક્રમણ રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી આ કાર્યવાહી “ખૂબ જ નિંદનીય છે અને આની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાનની છે”. તેમણે કહ્યું, “સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC)પર ફરીથી ઉલ્લંઘન થાય તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે પાકિસ્તાન પરિસ્થિતિની ગંભીરતાને સમજશે અને તાત્કાલિક અસરથી આ અતિક્રમણને રોકવા માટે નક્કર પગલાં લેશે. ભારતીય સેના સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ પ્રકારના ઉલ્લંઘનનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો, પરંતુ માત્ર ચાર કલાકમાં જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પારથી ગોળીબાર શરૂ કરી દીધો. ઉપરાંત, ઘણા શહેરોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા ભારત સરકારે આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈને લઈને એક મોટો નિર્ણય લીધો હતો. સરકારે કડક સંદેશ આપ્યો હતો કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી ઘટનાને ભારત સામે યુદ્ધ ગણવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *