સાસણ ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી શરુ
3 હજારથી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહોની ગણતરી કરશે
આધુનિક ટેકનોલોજી AI આધારિત સોફ્ટવેર તેમજ ડિજીટલ કેમેરાનો ઉપયોગ
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણ ગીર ખાતેથી ગઇકાલથી શરૂ થઇ ગયો છે. તારીખ 10/05 થી 13/05/2025 સુધી ચાર દિવસમાં રાજ્યના 11 જિલ્લા અને 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે. વન પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી બતાવતા ગણતરી શરુ કરાય છે
વન વિભાગે આ વર્ષે સિંહની ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપ, GPS-GIS ટેકનોલોજી, રેડિયો કોલરિંગ પદ્ધતિ અને AI આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રિજન બનાવવામાં આવ્યા છે. ત્યારે આપણા બધાના મનમાં સવાલ થાય કે એક એક સિંહને અલગ તારવીને ગણતરી કેવી રીતે થાય..? સિંહની બેવડી ગણતરી કઈ રીતે ટાળી શકાય..? 10 વર્ષ બાદ એશિયાટિક સિંહોની ગણતરી શરૂ થઈ છે, બે તબક્કામાં સિંહોની ગણતરી ચાલી રહી છે. વન વિભાગ દ્વારા અમને એક ફોર્મ આપવામાં આવ્યું છે, તેના ઉપર સિંહની મુવમેન્ટના નિશાન, લોકેશન અને સિંહને કોઈ ઇજા હોય તો લખવવાનું હોય છે. આ ઉપરાંત ફોટા પણ પાડવાના હોય છે. ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની ગણતરી કરતી વખતે જો કોઈ સિંહ પરિવાર ભ્રમણ કરતો હોય તો જે-તે બીટમાં તે જે જગ્યાએ એ પરિવાર જોવા મળે છે ત્યાંથી કઈ દિશા તરફ જઈ રહ્યો છે તેની અને સમયની પણ નોંધ ગણતરીકારો કરે છે. જેથી જો એવો સિંહ પરિવાર બાજુની બીટમાં પ્રવેશે તો તેની બીજી વાર ગણતરી થતા નિવારી શકાય છે.
વનવિભાગ દ્વારા ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને ઝોન વાઇઝ અધિકારીઓ, ગણતરીકારો, મદદનિષ ગણતરીકારો અને નિરક્ષકો સહિત સ્વયં સેવકો દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી રહી છે. સિંહની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત્ર પત્રકો અને તેમને સોપાયેલા વિસ્તારના નકશા આપવામાં આવ્યા છે. આ પત્રકોમાં સિંહોના અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો, GPS લોકેશન અને ગ્રુપ કંપોઝિશનની નોંધણી કરવામાં આવી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી