વિમાનોના લેન્ડિંગમાં નડતરરૂપ વેસુ વિસ્તારનીની બિલ્ડીંગોને લઈ ચિંતા
અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં હોવાની રાવ ઉઠી
વેસુની 6 ઈમારતના ડિમોલિશન માટે કલેક્ટરે ત્રણ વર્ષમાં કોઈ જ પત્ર લખ્યો નથી
હાલમાં 21 ઈમારતનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ
અમદાવાદની વિમાની હોનારતને પગલે સુરત એરપોર્ટ ખાતે હવે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ ગણાતી એવી સુરતમાં વેસુ વિસ્તારની ની બિલિંગોને લઈ ચિંતા ઉભી થઈ છે. સુરત એરપોર્ટ ને લઈ લોકોના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવામાં સરકારી તંત્ર દ્વારા ખો-ખો રમત શરૂ?અનેકવાર રજૂઆત ફરિયાદ થવા છતાં કોઈ કાર્યવાહી નહીં હોવાની રાવ ઉઠી છે.
સુરત એરપોર્ટને નડતરરૂપ એવી સુરત ના વેસુ વિસ્તારની 6 ઈમારતના ડિમોલિશન માટે કલેક્ટરે ત્રણ વર્ષમાં કોઈ જ પત્ર લખ્યો નથી લખ્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.તાજેતર માં અમદાવાદની વિમાની હોનારત એ તો કોઈ ને હચમચાવી દીધા છે આ ઘટના ને પગલે સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ વેસુની બિલિંગોના કથિત ગેરકાયદે બાંધકામોનો મુદો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.આ અંગે એરપોર્ટ એક્શન કમિટી ના સભ્ય સંજય ઇજાવા એ જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી સુરત એરપોર્ટને વેસુ વિસ્તારની બિલ્ડિંગો નડતર રૂપ સામે આવી રહી છે જેનો સર્વે પણ કરવા માં આવ્યો હતો હાલ તો 21 ઈમારતનો કેસ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે,એક બાજુ સુરતની મુખ્ય છ ઈમારત માટે કલેક્ટર દ્વારા મનપાને દોઢ માસ પહેલા પત્ર લખાયો હોવાના મૌખિક દાવા અને બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા દાવા નકારવા માં આવી રહ્યા છે. આમ તંત્ર લોકોના જીવ અધ્ધર મૂકી ખો ખો ની રમતે ચઢ્યું છે.
ભૂતકાળમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (DCR)ના નિયમોના આધારે સુરતના વેસૂ વિસ્તારમાં બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે સુરતની આ બિલ્ડિંગોમાં બાંધકામ પૂર્ણ થયા બાદ વસવાટ પણ શરૂ થઈ ગયો છે.તેમજ એરપોર્ટ ઓથોરિટીના સરવે મુજબ, વેસુમાં વિમાનના લેન્ડિંગમાં નડતરરૂપ ગણાતા કુલ ૨૦ પ્રોજેક્ટમાંથી ૨૧ પ્રોજેક્ટના ડેવલપરો અને સ્થાનિક એસોસિએશનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. બાકીના ૬ પ્રોજેક્ટના નડતરરૂપ બાંધકામો દૂર કરવા માટે Mlએ ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેની નકલ મનપા કમિશનરને પણ મોકલવામાં આવી હતી. મનપા કમિશનરે સપ્ટેમ્બર ૨૦૨૨માં જિલ્લા ક્લેક્ટરને આ પત્ર અંગે જાણ કરી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર તરફથી મનપાને આ અંગે કોઈ સત્તાવાર પત્ર કે સૂચના મળી નથી.આમ એરપોર્ટને નડતરરૂપ વેસુની 6 ઈમારતના ડિમોલિશન માટે કલેક્ટરે ત્રણ વર્ષમાં કોઈ જ પત્ર લખ્યો નથી હોવાની રાવ ઉઠી છે.