માંડવી દક્ષિણ રેન્જ તથા કર્મચારીઓએ ફરાર આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે આરોપી આફ્તાબ આલમ અબ્દુલ કરીમ શેખને ઝડપી પાડ્યો
માંડવી દક્ષિણ રેન્જ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે ટીમ વર્ક દ્વારા નાસ્તા ભાગતા આરોપી આફ્તાબ આલમ અબ્દુલ કરીમ શેખને ઝડપી પાડ્યો
માંડવી દક્ષિણ રેંજ ગુન્હા નંબરMSKC-2/10/2024-25 તા. ૧૪/૦૬/૨૦૨૪ ના ગુનાકામે ખેર તસ્કરીના ગુન્હામાં નાસતા-ભાગતા આરોપીઓને પકડી ખેર તસ્કરીના ગુન્હાઓને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈય્યર તથા સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક ધીરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક હિતેશ આર. જાદવનાઓની વારંવાર વન ગુન્હાઓ ઉકેલવા શોધી કાઢવા બાબતે ક્રાઈમ રીવ્યુ બેઠક યોજી. વન ગુન્હાના સંગઠીત અપરાધોમાં નાસતા-ભાગતા આરોપીઓને પકડી પાડવાની સૂચનાઓ મુજબ ખાનગી બાતમી મળેલ હતી કે સદર ગુન્હામાં નાસતો ભાગતો ફરતો અને કોર્ટ ધ્વારા C.R.P.C. કવમ-૩૦નું વોરંટ ઇસ્યુ થયેલ છે. તે ભાગેડુ આરોપી આફતાબ આલમ અબ્દુલ કરીમ શેખ વાપી સીટી ખાતે ગુલાબ નગર રોડ પર ખાનગી મોટર સાઈ કલમા પસાર થનાર છે. તે મુજબની માહિતી મુજબ સ્ટાફના માણસો સાથે બારા સીટીમાં ગુલામ નગર રોડ પરથી પસાર થતા સમયે પકડી પાડ્યો હતો. સદર આરોપીને ધોરણસર તપાસ કરી અટક કરી આજરોજ તા. ૧૫/૦૬/૨૦૨૫ના રોજ માંડવીની કોર્ટમાં રીમાન્ડ અરજી સાથે રજુ કરતાં તા. ૧૮/૦/૨૦૨૫ સપીના રીમાન્ડ મંજર થયેલ છે. સદર આરોપી નાસતા-ભાગતા સમય દરમ્યાન ખેર તસ્કરીનો ધંધો સહઆરોપીઓ મારફત ચાલુ રાખેલ જે પૈકી વ્યારા તાલુકાના ખોળતળાવ ગામે ખાનગી જમીનમાં મજીદ નુરુદ્દીન મલેક તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગેરકાયદેસર ખેરના લાકડાઓ ટ્રક નં. MH-12-DG-9888 ભરતા હતા તે દરમ્યાન ટુક અને લાકડા સાથે પકડી પાડેલ જેઓને નામ સેશન્સ કોર્ટ બારડોલી ધ્વારા જામીન નામંજુર થયેલ મજીદ નુરુદ્દીન મલેક હાલ સુરત લાજપોર જેલ હવાલે છે. આ કામગીરીમાં હિતેશ જાદવ મદદનીશ વન સંરક્ષક, એચ જે વાંદા રેજ ફોરેસ્ટ ઓફિસર માંડવી તપાસનીસ અધિકારી, આર પી વાઘેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી ઉત્તર તથા ફોરેસ્ટર તથા બીટગાર્ડ ની ટીમ જોડાઈ હતી.