સુરતના કાપોદ્રામાં ઘરના કંકાસમાં પાડોશી બન્યો વિલન
કાપોદ્રામાં દીનદયાળ નગરમાં પડોશીએ સાસુ વહુને માર્યો ઢોર માર
સાસુ વહુને તેમના ઘરમાં અંદરો અંદરના ઝઘડામાં પાડોશીએ ઝાપલાવી માર્યો માર
સાસુ વહુને લાકડીના ફટક અને પાઇપ દ્વારા માર મારતા વહુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરતના કાપોદ્રામાં આવેલ દીનદયાળ નગરમાં સાસુ વહુના ચાલી રહેલા ઝઘડામાં પાડોશીએ વચ્ચે પડી સાસુ વહુને લાકડીથી માર મારતા વહુની હાલત ગંભીર થતા હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાડોશીનો હુમલો સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગરમાં પડોશીએ સાસુ વહુ ને ઢોર માર મારી હતી. સાસુ વહુને તેમના ઘરમાં અંદરો અંદર ઝઘડો હતો જેથી આ જઘડા બાદ પાડોશીએ આવી કેમ બોલાચાલી કરો છો કહી ને માર મારી હતી. સાસુ વહુને લાકડીના ફટકા અને પાઇપ દ્વારા માર મારતા વહુ ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાઈ હતી. હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.