સુરત બીઆરટીએસ બસ મામલે ડ્રાઈવર સસ્પેન્ડ

Featured Video Play Icon
Spread the love

સુરત બીઆરટીએસ બસ મામલે ડ્રાઈવર સસ્પેન્ડ
બેદરકારી બદલ પાલિકાએ કરી કાર્યવાહી
અકસ્માતે 3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા

સુરત શહેરના પર્વત પાટિયા બીઆરટીએસ જંક્શન નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે અકસ્માતે 3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા

સુરત શહેરમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે અકસ્માતે 3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા. ઘટનામાં એક વૃદ્ધ મુસાફરનો હાથ બસના દરવાજામાં ફસાઈ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરની બેદરકારી અને ઓવરલોડ મુસાફરોને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અને BRTS બસ ચલાવવામાં બેદરકારી મામલે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

પ્રાથમિક માહિતી મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ચઢાવવામાં આવ્યા હતા. ભારે ભીડ વચ્ચે મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. આ દરમિયાન બસ આગળ વધતાં દરવાજા પાસે ઉભેલા મુસાફરોનું સંતુલન બગડ્યું અને ત્રણ લોકો બસમાંથી નીચે પટકાઈ ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર BRTS બસોમાં વધતી ભીડ, મુસાફરોની સુરક્ષા અને પરિવહન તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મુસાફરોમાં પણ આવી ઘટનાઓને લઈને ચિંતા જોવા મળી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *