સુરતમાં મહિલાઓને શક્તિ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયું
એવોર્ડ સેરેમનીમાં ૬૫ ટ્રોફી આપવામાં આવી
સુરતમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ -ડિ.306 દ્વારા મહિલાઓને શક્તિ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી .
એન.જી.ઓ.માં આખું વરસ કામ કરી જેમણે પોતાની જવાબદારી નિભાવી અને પ્રોજેક્ટ કરવામાં સહયોગ કર્યો તેવી બધી જ નારીઓને શક્તિ એવોર્ડ થી ક્લબ પ્રેસિડેન્ટ ડો. ઈલા મેઘાણી ,સેક્રેટરી રેખા કથીરિયા તથા મમતાબેન લિલીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી શોરૂમ દ્વારા વેન્યુ ,ચા-કોફી અને ટ્રોફી સ્પોન્સરશિપ આપવામાં આવી હતી કાર્યક્રમ ની શરૂઆત આમંત્રીત મહેમાનો દ્વવારા દિપ પ્રાગટય થી કરવામાં આવી. ટોટલ ૬૫ ટ્રોફી આપવામાં આવી. આ સેરેમનીમાં પ્રેસિડેન્ટ ડો.ઈલા, સેક્રેટરી રેખા સાથે વાઈસ પ્રેસિડેનટ મમતાબેન લીલીયા, રોટરી પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ વિજય માંગુકિયા, ડો.હરિકૃષણએ હાજરી આપી હતી.એસોસિએશન ક્રિડિશિયલ કોન્સટીટયુશન કમીટી ચેરમેન ડો.સુચેતા પંડિત દ્વારા પ્રેસિડેન્ટ ને કલબવતી સન્માનિત કરવામાં આવ્યા. માલાબાર ગોલ્ડ નયુ જવેલરી લોન્ચીંગ મહેમાનો દ્વારા કરવામાં આવ્યુ.મમતાબેન લીલીયાએ આભાર વિધી કરી. રાષટ્રીય ગીત સાથે કારૅયક્રમ ની પુણૉહુતી કરવામાં આવી.