સુરતમાં અકસ્માતમાં વધુ એક યુવાનનો જીવ ગયો
ડિંડોલી વિસ્તારમાં મોપેડ સવાર યુવાનનો અકસ્માત
યુવાનનુ ટુંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત
સુરતમાં અકસ્માતમાં વધુ એક યુવાનનો જીવ ગયો છે. ડિંડોલી વિસ્તારમાં મોપેડ સવાર યુવાનને અકસ્માત નડતા મોત નિપજ્યુ હતું.
સુરતમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવાન કામ પરથી મોપેડ લઈ ઘરે જઈ રહ્યો હતો તે સમયે યુવાનને અકસ્માત નડ્યો હતો જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલે ખસેડાયો હતો જો કે યુવાનનુ ટુંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યુ હતું. હાલ તો બનાવને લઈ ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
