સુરતના લિંબાયતમાં જુના ઝઘડાની અદાવતમાં હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતમાં જુના ઝઘડાની અદાવતમાં હુમલો
યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ઘાત્કી હત્યા
હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી સરઘસ કાઢ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ઘાત્કી હત્યા કરનારા હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું.

સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રીના સમયે ડિંડોલી ખાતે રહેતા જયેશ પટેલની ચપ્પુના ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરાઈ હતી. બનાવને લઈ લિંબાયત પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિશાલ ગોરખ વાઘ, ઓમ ગીરાસે, યાદવ, નિકમ, યશ અને રાહુલમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો વિશાલના મિત્રની જયેશ પટેલએ હત્યા કરી હોય અને તેની માતાને પણ માર માર્યો હોય જેની અદાવતમાં હત્યા કરી હોવાનુ પોલીસ સમક્ષ આવ્યુ છે. હાલ આરોપીઓને ઝડપી પાડી લિંબાયત પોલીસે બનાવની જગ્યાએ લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *