સુરતની સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો
આરોપી આમીરને બે લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો
આમીર હત્યાના ગુનામાં સાત વર્ષ જેલ કાપી બહાર આવ્યો

સુરતની સલાબતપુરા પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રે બાતમીના આધારે ભાઠેના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સલાબતપુરા પોલીસે ભાઠેના રઝા નગર ઝુપડપટ્ટીમાં રહેતા મુળ મહારાષ્ટ્ર બલદાણાના આમીર ઉર્ફે અમુ શેખ ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ડો. કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પોલીસે છેલ્લા ઘણા સમયથી આરોપી આમીર પર વોચ રાખી હતી અને આખરે તેને આશરે બે લાખની કિંમતના 16 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તો આરોપી અગાઉ હત્યાના ગુનામાં ઝડપાયો હોવાનુ અને સાત વર્ષ જેલ કાપી બહાર આવ્યો હોવાનુ પણ પોલીસે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *