સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપવી ભારે પડી
ભેસ્તાન પોલીસે 3 આરોપીઓને કરી ધરપકડ
આરોપીઓએ જાહેરમાં તલવારથી કેક કાપી હતી
સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનુ ભંગ કરી જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરનાર અસામાજિક તત્વોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદાનું પાઠ ભણાવ્યુ હતું.
સુરતમાં અસામાજિક તત્વો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનુ ભંગ કરી રહ્યા છે ત્યારે ફરી અસામાજિક તત્વોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વોએ ઉન વિસ્તારમાં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હોવાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હોય જેને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરનાર ત્રણ અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.