સુરત : બિલ્ડરની ઓફિસમાં ઘુસીને ખંડણી માંગનાર બે ઝડપાયા
પૈસા ન આપતા ફરિયાને લોખંડના પટ્ટી વડે માર માર્યો હતો
પોલીસે આરોપીઓને કાયદાનુ ભાન કરાવ્યું
સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બિલ્ડરની ઓફિસમાં ઘુસી મારામારી કરી ખંડણી માંગનાર બે આરોપીઓને અઠવા પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવી સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતમાં મારામારી અને ખંડણીના વધી રહેલા બનાવો વચ્ચે સગરામપુરા ખાતે બાંધકામ કરી રહેલા બિલ્ડર અસલમ શેખ નામના બિલ્ડરની ઓફિસમાં ઘુસી બિલ્ડર પર હુમલો કરી તિક્ષ્ણ હથિયાર બતાવી ખંડણીની માંગણી કરનાર બે માથાભારે આરોપીઓ સગરામપુરા ખાતે રહેતા ઈરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ તથા અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખને અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં અને આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. તો ઝડપાયેલા આરોપીઓમાં એક અબ્દુલ શાહીલ શેખ પર અગાઉ અઠવા અને સલાબતપુરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો અઠવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જે અંગે ડીસીપી ઝોન ફોર દ્વારા વધુ માહિતી અપાઈ હતી.
