સુરતમાં સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિનીનું અપહરણ કર્યુ
વિદ્યાર્થિનીને ઘરે મુકવાના બદલે અન્ય જગ્યાએ લઇ જઈ છેડતી કરી
ચાલક નરાધમ નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો
ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી
સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં મોટા વરાછામાં સ્કુલ વાનના ચાલકે વિદ્યાર્થીનીનુ અપહરણ કરી લઈ જઈ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી.
સુરતના મોટા વરાછામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની નું અપહરણ કરી છેડતી કરી હતી. ધોરણ 11ની વિદ્યાર્થીનીને ઘરે મુકવાના બદલે સ્કુલ વાન ચાલક અન્ય જગ્યાએ લઇ ગયો જો કે વિદ્યાર્થીનીએ બૂમ બૂમ કરતા લોકોએ પીછો કરી વિદ્યાર્થીનીને નરાધમની ચુંગાલ માંથી છોડાવી હતી. તો લોકોએ સ્કુલા વાન ચાલકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સ્કુલ વાન ચાલક નરાધમ નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. તો વેનમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો ઉત્રાણ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
