સુરત : અષ્ટમી તિથિ પર માતાજીના મંદિરોમાં વિશેષ પુજા કરાઈ
રાત્રે 12 વાગ્યાથી ભક્તોનો અંબાજી માતાના મંદિરે ધસારો જોવા મળ્યો
સવારથી જ ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા
હાલ ચાલી રહેલ પવિત્ર નવરાત્રીમાં માતાજીના મંદિરોમાં વિશેષ પુજા કરાઈ હતી. તો નવરાત્રીએ અષ્ટમી તિથી ને લઈ રાત્રે 12 વાગ્યાથી ભક્તોનો અંબાજી માતાના મંદિરે ધસારો જોવા મળ્યો હતો.
હાલ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નવરાત્રીની અષ્ટમી તિથિ છે. આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય નવ ગણું ફળ આપે છે. એટલે આજે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે અંબાજી માતાના મંદિરે રાત્રિના 12 વાગ્યા થી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતાં.
