છેડતી કરતા ઈસમોને સમજાવવા જતા તોડફોડ અને હુમલો કર્યો,

Featured Video Play Icon
Spread the love

છેડતી કરતા ઈસમોને સમજાવવા જતા તોડફોડ અને હુમલો કર્યો,
ભાવનગર પોલીસે હુમલાખોરોને ઝડપી લીધા

ભાવનગર છેડતીની કરતા ઈસમોને સમજાવવા જતા તોડફોડ અને હુમલો કરતા પોલીસે હુમલાખોરોને ઝડપી લીધા

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા ઓમભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, હરેશ ઉર્ફે ભાકો અને હર્ષદ ચૌહાણ નામના શખ્સો તેમની માતાની અવાર નવાર છેડતી કરતા હોવાથી તેમને સમજાવવા ગયા હતા. આ બાબતની અદાવત રાખીને ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ હરેશ, રાહુલ, હર્ષિલ અને અન્ય શખ્સોએ હથિયારો સાથે ધસી આવી ફરિયાદીના ઘરની બહાર પડેલી ત્રણ મોટરસાઈકલોમાં તોડફોડ કરી હતી અને ઘરમાં પથ્થરમારો કર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીની માતા સાથે અડપલાં કરી તેમને જમીન પર ઢસડ્યા હતા, જ્યારે અન્ય આરોપીએ ફરિયાદીના ભાઈ પાર્થ પર ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે આ ઇસમોને ઝડપી લઈ કાર્યવાહી કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *