લાંબા વિરામ બાદ સુરતમાં ફરી વરસાદી માહોલ, રવિવારે પણ વરસાદ યથાવત
સુરતમાં મેઘરાજાની એન્ટ્રી, શનિવાર સાંજથી વરસાદનું જોર યથાવત
વિરામ બાદ સુરતમાં વરસાદનું આગમન, રવિવારે પણ વરસાદી માહોલ
સુરતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો.
સુરતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. શનિવારે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ વરસાદ પડતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી લોકોને પણ રાહત મળી છે. હાલ શહેરમાં વરસાદી માહોલ છવાતા સુરતના વિવિધ વિસ્તારોમાં લોકો વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે. જોકે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક અને જનજીવન પર અસર થવાની શક્યતા પણ છે.
