સુરત સાયબર ક્રાઈમ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0
ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં વધુ એક આરોપી ઝડપ્યો
પંકજકુમાર રામાણી નામના આરોપીની ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં વધુ એક નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસને ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા કેસમાં મહત્વની સફળતા મળી છે. આરોપીઓએ ડે વેલ્થ લીપ પ્રોગ્રામ અને ગ્રો ટુગેધર જેવી ખોટી યોજનાઓ દ્વારા રોકાણકારોને 390 ટકા સુધીના નફાની લાલચ આપી હતી. આરોપીઓએ બનાવટી વેબસાઈટ અને વોટ્સએપ ગ્રુપ મારફતે વિશ્વાસમાં લઈને ફરિયાદીના પુત્ર પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ 5 લાખ 99 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પંકજકુમાર રામાણી નામના આરોપીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
