સુરતમાં 33 વર્ષથી નાસતા ફરતા આરોપીઓ
સીઆરપીસી 70 મુજબના વોરંટના નાસતા ફરતા આરોપી
આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા
સુરતમાં 33 વર્ષથી સીઆરપીસી 70 મુજબના વોરંટના નાસતા ફરતા આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર વાડદોરીયાની સુચનાને લઈ નામદાર કોર્ટના 70 મુજબ ના વોરંટના કામે હાજર ન રહેનાર આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યુ હોય જેને લઈ પીઆઈ આરએ જાડેજાની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠી સાથે પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકના જવાનોની બે ટીમ જેમાં અહેકો વિક્રમભાઈ, કિશોરભાઈ અને અપોકો અવીનાશભાઈને અમદાવાદ ખાતે જઈ ત્યાંથી આરોપી તામાજી તરસનજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજી ટીમે અમદાવાદમાંથી જ બે આરોપીઓ જ્યંતિ ઈશ્વર પટેલ અને દિનેશ ઈશ્વર પટેલને ઝડપી પાડ્યા હતાં. ત્રણેય આરોપીઓ નામદાર કોર્ટના 70 મુજબના વોરંટના કામે હાજર ન રહેતા હોવાની કબુલાત કરી હતી.
