સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં જુગાર

Featured Video Play Icon
Spread the love

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં જુગાર
જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા
સ્થાનિક પોલીસ સાથે જુગારીઓમાં ફફડાટ

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ઉમરવાડા ખાતે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી આઠ જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરતા સ્થાનિક પોલીસ સાથે જુગારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

સુરતના સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાંમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા સ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 8 જુગારીઓ વસીમ શેખ, ફારુક શા, અમર રાજપૂત, જીતેન્દ્ર ભગવાવાળા, સુલેમાન શેખ, ઈકબાલ શેખ સબ્બી શેખ અને ભગવાન બહારેની ધરપકડ કરી હતી. તો આ જુગારધામ કુખ્યાત હારૂન શેખનો હોવાની ચર્ચા જોવા મળી હતી. હાલ તો વિજીલન્સની ટીમ દ્વારા સલાબતપુરા પોલીસ મથકે જુગારીઓને સોંપાતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. બીજી તરફ જુગારધામ પર દરોડાને લઈ સલાબતપુરા પોલીસ સાથે જુગારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *