કુકરમુંડાના પાટી અંબે માતાના મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ
કોની રહેમ નજર હેઠળ ઠેર ઠેર દારૃનું વેચાણ ચાલી રહ્યું છે
નીઝર પોલીસ દ્વારા આ ભરાતા મેળામાં પોલીસ પેટ્રોલિંગ જરૂરી
કુકરમુંડાના પાટી વિસ્તારમાં આવેલા અંબે માતાના પાવન મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કુકરમુંડાના પાટી અંબે માતાના મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ નાં વિડિયો વાયરલ થઇ રહ્યો છે હવે સવાલ એ થાય છે કે. કોની રહેમ નજર હેઠળ ઠેર ઠેર દારૃનું વેચાણ ચાલી રહ્યું છે. કુકરમુંડા અને નિઝરમાં ભરાતા મેળામાં કોનાદ્વારા પઠાણી ઉઘરાણી ના હપ્તા લઈને દારૃ વેચાણ ને મંજૂરી અપાઈ રહી છે. કુકરમુંડા નીઝર પોલીસ દ્વારા આ ભરાતા મેળામાં પોલીસ પેટ્રોલિંગ જરૂરી બની છે. કુકરમુંડા નિઝર તાલુકામાં આવા ભરાતા મેળા સોગાડીયા પાર્ટીમાં દારૃ વેચાણ પર પ્રતિબંધ લાવે તે જરૃરી બન્યું છે…