સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ત્યારે વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ત્યારે વિરોધ
રત્નકલાકારો દ્વારા વિવિધ માંગણીઓ સાથે નારાજગી વ્યક્ત કરી
રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000 થી વધુ રત્ન કલાકારોના ફોર્મ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતની શાન એવા રત્નકલાકારો દ્વારા વિવિધ માંગણીઓ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્નકલાકારોમાં નારાજગી જોવા મળી હતી. રત્ન કલાકારો દ્વારા જુદી જુદી માંગ કરાઈ છે. રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000 થી વધુ રત્ન કલાકારોના ફોર્મ ભરાયા હોવાની તો સાથે રત્ન કલાકારો પર વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ કરાઈ હતી. છેલ્લા અનેક વખતથી રજૂઆત કરાય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી જેથી આ વખતે જે રાજકીય પાર્ટી રત્ન કલાકારોને વ્યવસાયી વેરો નાબૂદ કરવાની ખાતરી આપશે તેને જ મત આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *