સુરતમાં સ્થાનક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારમાં અસદુદ્દીન ઓવેસી
એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર
યુસીસી, ટ્રિપલ તલાક, લિવ ઈન રિલેશનશિપ સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો
સુરતમાં સ્થાનક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર માટે આવેલા એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની સાથે સાથે પશ્ચિમ બંગાળની ચુંટણી અંગે પણ નિવેદન આપ્યુ હતું. તો યુસીસી, ટ્રિપલ તલાક, લિવ ઈન રિલેશનશિપ સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતાં.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પણ ઈસ્લામને છોડવા વાળા નથી. સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો કે, તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો ?
ઓવૈસીએ કહ્યું કે, આ સંવિધાનની કલમ 25 વિરુદ્ધ છે. બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી. તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે. ઓવૈસીએ હૂંકાર કરતા કહ્યું કે, તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ. સાથેલિવ ઈન રિલેશનશિપ, મિલ્કતમાં દીકરીના હક્ક, ટ્રિપલ તલાક અને જેલની સજા સહિતના મુદ્દામા પર પ્રચાર કર્યો હતો.
