નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે મહત્વની જાહેરાત

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે મહત્વની જાહેરાત
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વની જાહેરાત કરી

નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્વની જાહેરાત કરી છે.

નવસારીમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન બદલ 6,800bની સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી 1,800 ની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવશે. ઉપરાંત પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ 37,500 અને બકરી દીઠ ₹22,000 ની સહાય આપવામાં આવશે. સુરત જિલ્લામાં જાહેર કરાયેલા રાહત પેકેજની તર્જ પર નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વિશેષ રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે, તેવી માહિતી સી.આર. પાટીલે આપી.આ દરમિયાન સી.આર. પાટીલે આજે નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સોનવાડી, ધમડાછા, અમલસાડ, ભાઠા, બીલીમોરા, ઊંડાચ અને ચીખલી સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી હતી અને રાહતરૂપે અનાજની કિટોનું પણ વિતરણ કર્યું હતું. સાથે જ અધિકારીઓને રાહત અને પુનર્વસનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *