સુરતના પુણાગામમાં પીવાના પાણીની સમસ્યા
અંજની સોસાયટીના રહીશોનો વિરોધ
તાત્કાલિક સમસ્યા ઉકેલવા પાલિકા સમક્ષ માંગણી
સુરત પાલિકાના સ્માર્ટ સિટી દાવા વચ્ચે પુણાગામની અંજની સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાથી રહીશો પરેશાન થતા વિરોધ નોંધાવી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી.
સુરતના પુણાગામની અંજની સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાએ રહીશોની મુશ્કેલી વધારી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી પૂરતું પાણી મળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે લોકોને આજુબાજુની સોસાયટીઓમાંથી અને ટેન્કર મારફતે પાણી મેળવવાની ફરજ પડી રહી છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે પાણી જેવી પાયાની સુવિધા માટે લોકોની હાલાકી સામે આવી છે. ત્યારે અંજની સોસાયટીના રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે.
