સુરતના પાલમાં લિફ્ટમાં બે યુવકો ફસાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના પાલમાં લિફ્ટમાં બે યુવકો ફસાયા
ફાયર બ્રિગેડે 7 મિનિટમાં બંનેને સહીસલામત બહાર કાઢ્યા

સુરતના પાલ વિસ્તારમાં લિફ્ટ ખોટકાતાં બે યુવકો અંદર ફસાઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી માત્ર 7 મિનિટમાં બંને યુવકોને સહીસલામત બહાર કાઢ્યા હતાં.

સુરતના પાલની યુનિવર્સલ રેસિડેન્સીમાં લિફ્ટ અચાનક બંધ પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચોથા માળે લિફ્ટમાં ફસાયેલા દીપ પટેલ અને રુદ્રને બહાર કાઢવા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આધુનિક સ્પ્રેડર ટૂલની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી માત્ર 7 મિનિટમાં બંને યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બંને યુવકોને કોઈ ઈજા ન થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *