અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસનો સિસ્ટેમેટિક અભિગમ

Featured Video Play Icon
Spread the love

અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસનો સિસ્ટેમેટિક અભિગમ
હેવી વ્હીકલના કારણે થતા અકસ્માત રોકવા નવી પહેલ
ડેટાબેઝ અને શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃતિ લાવવામાં આવશે

સુરત શહેરમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને અટકાવવા સુરત ટ્રાફિક પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. ભારે વાહનો ચલાવતા ચાલકો માટે સુરત શહેર પોલીસ ખાસ શોટ ફિલ્મ તૈયાર કરશે અને વાહનો ચલાવવાના નિયમો સમજાવશે.

સુરત શહેરમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને અટકાવવા સુરત ટ્રાફિક પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. ખાસ કરીને ભારે વાહનો, જેમ કે ડમ્પર , ટ્રેલર , જેસીબી મશીન , ટી.એમ. મશીનોના ડ્રાઈવરોને ધ્યાનમાં રાખી સુરત પોલીસ જાગૃતિ અભિયાન ચલાવશે. આ અભિયાન હેઠળ ડ્રાઈવરો માટે ખાસ શોટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જેમાં ભીડભાડ ભરેલા વિસ્તારોમાં કેવી રીતે વાહન ચલાવવું, સ્પીડ કેટલી હોવી જોઈએ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજાવશે. આ શોટ ફિલ્મો તેમને તાલીમ સ્વરૂપે બતાવવામાં આવશે જેથી અકસ્માતોની ઘટનાઓ ઘટાડવામાં આવે. આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે , સુરત શહેરમાં નો એન્ટ્રીનો સમય અને સ્પીડ લિમિટના કડક પાલન માટે તાકીદ કરવામાં આવી છે. ભારે વાહનોના માલિકો સાથે બેઠક યોજીને તેમને પણ નિયમોના પાલન માટે દબાણ કરવામાં આવશે. તેઓએ પોતાના વાહનોને નિયત સમય મર્યાદામાં જ ચલાવવા જણાવવામાં આવશે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં સુરતમાં અંદાજે 1200 જેટલા ડમ્પર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે, જે નિયમભંગ કરતા પકડાયા હતા.
——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *